Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટરે: 48 કલાકમાં 65 સેન્ટિમીટરનો વધારો

Share

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસ શુક્રવારે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 48 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 65 સેમીનો વધારો થયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 18,009 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટર થઈ ગઇ છે. પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 5432.51 MCM લાઈવ સ્ટોરેજ છે.
નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમ ઓવરફલો પણ થઇ શકે છે અને ડેમ ઓવરફલો થવાની સાથે જ ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થશે.
ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 15.84 મીટર જેટલી ખાલી છે. જ્યારે ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરથી 19.68 મીટર દૂર છે.

કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે. રાજ્યના 207 જળાશયોની વાત કરી એ તો દક્ષિણ ગુજરાતમાં 1 અને સોંરાષ્ટ્રના 9 જળાશયો જ અત્યાર સુધી સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના તમામ ડેમોમાં હાલ લાઈવ સ્ટોરેજ 60 % જ છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

સુરતનાં કતારગામમાં જવેલર્સમાં લૂંટનાં ઇરાદે આવેલા આરોપીઓને પકડી પાડતી સુરત ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારે પોલીસ બંદોબસ્ત માંગ્યો..જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!