નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સરકારે ગાઇડલાઇન પ્રમાણે ભીડવાળા કાર્ય પર પ્રતિબંધ મૂક્યો છે. ખાસ કરી લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા કરવા પર મનાઈ છે છતાં કેટલાક લોકો લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓને ભેગા કરી કોરોનાનું સંક્રમણ કરતા હોય છે. ત્યારે પોલીસે તેમની સામે લાલ આંખ કરી છે. જેમાં તિલકવાડા તાલુકાના કોઠી ગામે લગ્ન સમારંભમાં 50થી વધારે માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તિલકવાડા પોલીસ મથકે ફરિયાદી એમબી વસાવા પો.સ.ઈ તિલકવાડા જાતે ફરિયાદી બની આરોપી મુકેશભાઈ નરસિંહભાઈ વસાવા રહે, કોઠ સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી મુકેશભાઈએ તા.15/4/ 21 ના રોજ કોઠી ગામે લગ્ન સમારંભ યોજાયેલા લગ્ન સમારંભમાં 50 થી વધારે માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટને અંગેના જાહેરનામાનો ભંગ કરતા પકડાઈ જતા તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા