Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં બાઇક ચોરીનાં વધતા બનાવો પોલીસ માટે પડકાર રૂપ : કેવડિયા પાસે SRP જવાનની બાઇક ચોરાઈ.

Share

નર્મદા જિલ્લામાં ઘણા સમયથી બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે થોડા સમય અગાઉ રાજપીપળામાંથી પણ બાઇક ચોરાઈ હોવાના બનાવો બન્યા છે ત્યારે સતત બાઈક ચોરીનાં વધતા બનાવો નર્મદા પોલીસ માટે પડકારરૂપ બન્યા છે.

કેવડિયા SRP ગ્રુપ 18 માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રકુમાર સોમાભાઇ માલીવાડ પોતાની બાઇક નંબર GJ 17 AN 2864 SRP નાં એમ.ટી.શાખાના પાર્કીંગમાં મુકી કેનાલ બંદોબસ્તનાં માણસોને કઠલાલ ખાતે મુકવા માટે ગયા અને નોકરી પૂરી કરી પરત આવતા તેમની મોટરસાયકલ ન મળતા તેઓએ કેવડિયા પોલીસ મથક માં ૨૦,૦૦૦/- રૂપિયાની કિંમતની મોટરસાયકલ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે, આ બાબતે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તાપસ હાથ ધરી છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયું

ProudOfGujarat

ગૌચર ની જમીનો ઉપર બિનઅધિકૃત કબ્જાઓ તેમજ ખેડાણ કરવા અંગે ભરૂચ જીલ્લા સામહર્તાને માલધારી સમાજ ના લોકોએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી…….

ProudOfGujarat

પાનોલીમાં પાર્કિંગની સમસ્યા…શુ પડે છે તકલીફ જાણો વધુ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!