Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના મહામારીને અનુલક્ષીને સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે પાંડોરી માતાજીનાં મંદિરે મહાશિવરાત્રિનાં દિવસથી પ્રારંભાતો મેળો ચાલુ વર્ષે મોકૂફ રખાયો.

Share

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર દર ખાતે વર્ષે મહાશિવરાત્રિના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી ચાલુ વર્ષે કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને લોકોનું સ્વાસ્થય અને સલામતી જળવાઇ રહે તેવા ઉમદા હેતુથી જાહેરહિતમાં મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે અને મંદિરે દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓ માટે કોવિડ-૧૯ ની સ્થાયી સુચનાઓ-માર્ગદર્શિકા-પ્રોટોકોલ સહિતની કેટલીક બાબતોનું ચૂસ્ત પાલન થાય તે સુનિશ્વિત કરવા દિશા નિર્દેશ અપાયા છે.

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, દેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપક બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં પ્રતિનિધિ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ગામના તલાટી-સરપંચ સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટ-દેવમોગરાના પ્રમુખ તથા સભ્યઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા બાદ મહાશિવરાત્રિના રોજથી પ્રારંભાતા દેવમોગરા ખાતેનો મેળો ચાલુ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તદ્દઉરાંત અન્ય તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની સાથે જાહેર હિતમાં કેટલીક બાબતોનો ચુસ્ત અમલ થાય તે જોવાનું ચર્ચા-વિચારણાને અંતે નક્કી કરાયું છે.

Advertisement

તદઅનુસાર, સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ-સરપંચ સાથે ચર્ચા થયા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાનવિધિમાં બહોળી સંખ્યામાં લોકો ભેગા થઇ શકશે નહિ તેની તકેદારી રાખવી અને વધુમાં વધુ ૧૦૦ શ્રદ્ધાળુઓથી સંખ્યા વધવી જોઇએ નહીં. દેવમોગરા માતાજીના મંદિરનો દર્શનનો સમય સવારે ૫:૦૦ કલાકથી રાત્રિના ૧૧:૦૦ વાગ્યા સુધીનો રહેશે. મંદિરના ત્રણેય ગેટ પાસે આવનાર શ્રદ્ધાળુઓ માટે સેનીટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે તથા અન્ય કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. મંદિરના ગેટ ઉપર તથા અન્ય જગ્યાએ મેળાનું આયોજન કરેલ નથી તેવી સૂચના પ્રદર્શિત કરવાની રહેશે. શ્રદ્ધાળુઓએ રાતવાસો કરવાને બદલે ફક્ત દર્શન કરીને સ્થળ છોડી જવાનું રહેશે. લાઉડ સ્પીકર પર મોટેથી તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. મંદિરને ખોલતા પહેલા અને મંદિર બંધ કરતી વખતે નિયત ધોરણોનું પાલન કરીને સેનિટાઇઝ કરવાનું રહેશે, મંદિરના કંપાઉન્ડમાં મોટો જનસમુદાય એકત્રીત ન થાય તે સુનિશ્વિત કરવાની સાથોસાથ સરકારની કોવિડ-૧૯ ની સ્થાયી વખતો વખતની સુચનાઓ અને ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

આજરોજ ખોડલધામ સંસ્થા દ્વારા નેશનલ હાઈવે નંબર 8 પર વટેમાર્ગુને ફૂડ પેકેટ તેમજ પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

કેરળનું નામ બદલાશે, વિધાનસભામાંથી પાસ થયો પ્રસ્તાવ, આ હશે નવું નામ

ProudOfGujarat

કોરોના ને આમંત્રણ આપતા દ્રશ્યો: સુરત થી નવસારી જઈ રહેલ હાઈવે પર વાહનો જે માણસો ને ઢોરની જેમ બેસાડી રહ્યા છે જે કોરોના ને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!