નર્મદા જિલ્લામાં 72 માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ હતી ત્યારે જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ મહાનુભાવોનું મોમેન્ટો અને પ્રમાણપત્રો આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતાં ચાર કર્મચારીઓનું જિલ્લા કલેકટર ડી.એ શાહના હસ્તે પ્રમાણપત્રો અને શિલ્ડ આપી સન્માન કરાયું હતું.
જેસલપુર ખાતે ફરજ બજાવતા ઇ.એમ.ટી રાજકુમાર બારીયા તેમજ રાજપીપળા ખાતે ફરજ બજાવતાં પાયલોટ યશપાલસિંહ રણજીતસિંહ ડોડીયા દેડિયાપાડા ખાતે ફરજ બજાવતા ફાર્માસિસ્ટ સૌરભ ડાયાભાઈ વણકર તેમજ પેરામેડિકલમાં દેડિયાપાડા ખાતે ફરજ બજાવતાં નિલેશકુમાર નરસિંહભાઈ વસાવાનું સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
રાજપીપળા ખાતે પાઈલટ તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા યશપાલસિંહ રણજીતસિંહ ડોડીયાને ડાયાબિટીસના દર્દીને સમયસૂચકતા વાપરી સમયસર હોસ્પિટલ પહોંચાડી દર્દીનો જીવ બચાવવા માટે ખાસ સન્માનિત કરાયા હતા.
૧૦૮ ઈમરજન્સી સેવા સદાય લોકોની સેવામાં તત્પર રહે છે ત્યારે આજે 72 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ શાહ દ્વારા તેમનું સન્માન કરાયું હતું જે બદલ તેમની સિદ્ધિમાં એક વધુ યશકલગીનો ઉમેરો થયો છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી