પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામે બાહારના વ્યક્તિ દ્વારા લીઝ ચાલુ કરી રહ્યા છે આ લીઝ બધ કરવા માટે ગ્રામજનો દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે અને અનેકવાર ગ્રામજનો દ્વારા અનેકવાર જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે ત્યાં જાગૃત નાગરિક દ્વારા જણાવ્યું કે અમે 40 વાર આવેદન આપ્યું છે છતાં તંત્ર એમની સાથે છે.
અમારા ગામમાં રેતી, લીઝ બાબતનો મામલે આજે બે વર્ષથી ચાલી રહ્યો છે અત્યાર સુધી અમે સમત ગામ ભેગા થઇને મામલતદારને અને કલેકટર ખનીજ ખાતા સુધીના આવેદનપત્ર આપેલ છે પણ અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી પણ આ બધું તો અમને શું સમજાવવા માંગે છે.
અત્યાર સુધી અમારી આટલી બધી બહેનો ભેગી મળી અને ઘણી બધી ઓફિસોમાં જઇ પણ આવી છે પૂછપરછ કરે છે તો પણ અમને કોઈ પણ ઓફિસમાંથી પૂરતો જવાબ અમને સંતોષકારક કોઈ કાગળ અત્યાર સુધી મળ્યો નથી તો આ બધા તંત્રની અંદર એનો મતલબ એવો થાય છે કે બધા પૈસા ખાઈને બેઠા છે એવો હોવાના આક્ષેપ કર્યા છે કે અમને એમને અંદર-અંદર લીઝવાળા મિલાવટ છે જે હોય તે અમે આજથી ભૂખ હડતાળ પર બેસીએ છે અમારી જગ્યાએ આવીને જવાબ આપવો પડશે.
રાજપીપળા : આરીફ જી કુરેશી