Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી : મોડી રાત્રિથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Share

ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં વરસાદ સારો વરસ્યો હતો ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતા અસહ્ય બફારો તેમજ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતા. ઉપરાંત ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા હતા કેટલાક આદિવાસી વિસ્તારોમાં મેઘરાજાને રીઝવવા પરંપરાગત રીતરિવાજ મુજબ પ્રયાસો કરાયા હતા.

ગતરોજ મોડી રાત્રિથી નર્મદા જિલ્લામાં વરસાદે પધરામણી દીધી છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી ઉપરાંત ધરતીપુત્રો પણ આનંદમય બન્યા છે. નર્મદા જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો ગરુડેશ્વર તાલુકામાં ૧૮ મિમી, ડેડીયાપાડા ૨૦ મિમી, તિલકવાળા ૮ મિમી , નાંદોદ ૮ મિમી, સાગબારા તાલુકામા ૩૦ મિમી સાથે જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગતવર્ષની સરખામણીમાં લગભગ અત્યારસુધી જિલ્લામાં સરેરાશ ૩૩ % જેટલો જ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના વિવિધ બંધની આજની તારીખ ૭.૮.૨૦ ના રોજ સ્થિતિ..
નર્મદા ડેમ ૧૧૯.૩૫ મીટર, કરજણ ડેમ. ૯૯.૭૭ મીટર, નાના કડી અંબા ૧૮૦.૮૦ મીટર, ચોપડવાવ ૧૮૨.૨૦ મીટર, ગરુડેશ્વર આડબંધ ૧૪.૦૮ મીટર.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા સરદારને પુષ્પાજંલી અપાઈ

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે મેગા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : લાભ પાંચમનાં પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!