નર્મદા જિલ્લો 43 % વન વિસ્તારથી ઘેરાયો છે.આ જંગલોમાં સૌથી વધુ સાગનાં વૃક્ષો છે. ત્યારે હાલ કોરોનાને લઈને ચાલતા લોકડાઉનનો ફાયદો ઉઠાવી સાગી લાકડા કાપી ચોરી કરી જેમાંથી સોફા ખાટલા સહિતની ચીજ વસ્તુઓ બનાવી ઉંચી કિંમતે વેચનારા ચોરો પાસેથી વન વિભાગે મોટી સંખ્યામાં સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડયો છે. નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાનાં ઝેર ગામે સાગી લાકડા જંગલોમાંથી કાપીને ઘરમાં રાખી તેમાંથી ફર્નિચર બનાવતા હોવાની બાતમી મળતા કેવડિયા રેન્જ દ્વારા વહેલી સવારે રેડ કરતા 2 લાખથી વધુનો મુદ્દામાલ વન વિભાગે ઝડપી પાડયો છે. ત્યારે લોકડાઉનનો લાભ લઈને ગેરકાયદેસર રીતે સાગી લાકડા કાપી ફર્નિચર બનાવતો જથ્થો અને ઓજારો ઝડપી 10 જેટલા ઈસમો સામે ગુનો નોંધાયો છે.
કેવડિયા DYDP વાણી દુઘાત, PSI પરમાર, RFO ગભાણીયા સહિતની ટીમે સંયુક્ત રીતે રેડ કરતા સાગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
મોન્ટુ શેખ
રાજપીપલા