હાલ કોરોના મહામારી ચાલી રહી છે.એક તરફ કોરોનાના દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દિવસ રાત એક કરી રહ્યું છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવારથી મહિનાઓ સુધી દૂર રહી ગુજરાતના વિવિધ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાની ફરજ પર ગેરહાજર જણાતા નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારીએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. નર્મદા જિલ્લા કલેકટરની એવી સૂચના હાલ કોરોનાની મહામારીના કપરા સમયગાળામાં કોઈ પણ અધિકારીએ પોતાનું હેડક્વાર્ટર પૂર્વ મંજૂરી વિના છોડવું નહિ, સાથે સાથે અન્ય શહેરોમાંથી અપ ડાઉન કરવું નહીં.તેમ છતાં અમુક આરોગ્ય અધિકારીઓ નર્મદા કલેકટરના આ આદેશને જાણે ઘોળીને પી ગયા હોય એમ હેડ ક્વાર્ટર પર હાજર ન રહેતા હોવાની બુમો ઉઠી હતી.જેને પગલે નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમન પોતાના વિસ્તારની આકસ્મિક વિઝીટમાં નીકળ્યા હતા.દરમિયાન 17મી મે ના રોજ તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાના હેડ ક્વાર્ટર પર ગેરહાજર જણાયા હતા. ડો.એ.કે.સુનમે આ મામલે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા મહાશય તબીબ આજે રાજપીપલા ખાતે હાજર થયા હતા. તેમને એપેડેમીક અધિકારી ર્ડો કશ્યપે ફેસિલિટી કોરન્ટાઈન કર્યા હતા.નર્મદા જિલ્લાના એક તબીબ સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું આ તબીબને કોરન્ટાઈન કરશું તો હમારી પી.એચ.સી પર તબીબ કોઈ શોધવો પડશે. આ રેડ ઝોનમાંથી આવેલા ર્ડો.સંકેત જૈનને બચાવવા પ્રયત્નો કરતા જોવા મળ્યા હતા. છેવટે તેમને કાયદો બધા માટે લાગુ પડે તેવી આંખો ખુલતા તેમને ર્ડો. સંકેત જૈનને કોરન્ટાઈન કર્યા હતા.
મોન્ટુ શેખ
રાજપીપળા