ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020 માં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાયેલી હતી.જેનું 17 મી મે ના રોજ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું હતું.આખા રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા આવ્યું છે.આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી નિહાળી શકે છે. આ પરિણામમાં આ વર્ષે પણ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા નર્મદા, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી નીચું આવતા શિક્ષણ જગત અને વાલીઓ માટે એ ચિંતાનો વિષય બન્યું છે. આ ત્રણે જિલ્લાના પરિણામ પર નજર કરીએ તો નર્મદા જિલ્લાનું પરિણામ 36.93%, છોટાઉદેપુરનું 32.64% અને દાહોદ જિલ્લાનું 33.23% પરિણામ જાહેર થયું છે.અચરજની વાત તો એ છે કે નર્મદા જિલ્લામાં પ્રણવ વિધાલયમાં 2 વિદ્યાર્થીઓ જિલ્લામાં ટોપ પર આવ્યા પટેલ જેનિલ કુમાર મુકેશ ભાઈ 99.96 PR A2 ગ્રેડ 91.53 ટકા, કાછીયા પૂજાબેન સુનિલ ભાઈ 91.02 PR B ગ્રેડ 76.15 ટકા મેળવી બંને વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લામાં ટોપ પર આવવામાં સફળ થયા હતા.નર્મદામાં A2 ગ્રેડમાં 1, B1 માં 5, B2 માં 33, C1 માં 53, C2 માં 130 અને D માં 61 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.દાહોદમાં A2 માં 6, B1 માં 30, B2 માં 63, C1 માં 131, C2 માં 218, D માં 84 વિદ્યાર્થીઓનો અને છોટાઉદેપુર જિલ્લામાં A2 માં 1, B1 માં 8, B2 માં 14, C1 માં 60, C2 માં 154 અને D ગ્રેડમાં 63 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
મોન્ટુ શેખ, રાજપીપલા