હાલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણની મહામારી ચાલી રહી છે. લોકડાઉનનાં કારણે જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા આદેશ કરવામાં આવેલ છે. ત્યારે લોકડાઉનનાં અમલ વચ્ચે જિલ્લાનાં અંતરિયાળ ગામડાઓમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલીયમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અને જિલ્લા આઇસીડીએસ પ્રોગામ ઓફિસર શ્રીમતી હેમાંગીબેન ચૌધરીના પ્રયત્ન થકી નર્મદા જિલ્લાની કુલ ૧૫૨ આંગણવાડી કિચન ગાર્ડનમાંથી આંગણવાડીનાં લાભાર્થીઓને શાકભાજીનું વિતરણ કરાયું હતું. નર્મદા જિલ્લા માહિતી વિભાગએ ટવીટર પર પોસ્ટ મુકતા આંગણવાડી બહેનનો ફોટો હાસ્યાસ્પદ જોવા મળ્યો હતો એક હાથમાં સ્ટીલનું એક વાસણ છે એમાં ચોળી છે, જ્યારે એક હાથથી તેઓ પતરવેલીનાં પાના તોડતા જોવા મળે છે.
જ્યારે લોકોએ કોમેન્ટ કરી હતી કે ગુવાર ક્યાં થાય એ પણ ભૂલી ગયા આ સમગ્ર ફોટો હાસ્યસ્પદ બન્યો હતો. હાલ લોકડાઉન હોવાથી લોકો ઘરોમાં રહે છે એટલે સોશ્યિલ મીડિયા પર સતત વોચ રાખે છે.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા માહિતી વિભાગે ટવિટર પર પોસ્ટ કરતા વાઇરલ કરાયેલ ફોટો હાસ્યસ્પદ બન્યો.
Advertisement