Proud of Gujarat
Uncategorized

નર્મદા : ગ્રામજનોનાં સ્વાગતથી કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચેલી યુવતીની આંખો છલકાઈ.

Share

નર્મદા જિલ્લામાં કોરોના વાઈરસના 12 પોઝિટિવ કેસો હતા.પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ રાજપીપળા COVID:19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની ધીરે ધીરે સારવાર દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. ત્યારે છેલ્લા ભદામ ગામના મહિલા દર્દી શ્રેયાબેન પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા 5 મી મે નાં રોજ રજા અપાઈ હતી.આમ જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો.શ્રેયા પટેલને હાજર તબીબી સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી.કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા શ્રેયા પટેલ 14 દિવસ બાદ ભદામ ગામે જવા આરોગ્ય શાખાના વાહનમાં પહોંચી હતી.ગ્રામજનોએ ફટાકડા ફોડી શ્રેયા પટેલનું સ્વાગત કર્યું હતું.ગામના દરેક ખૂણામાંથી શ્રેયા પટેલ પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. ભદામ ગામના મોટે ભાગના લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા છે.કોરોના સામે યુદ્ધ જીતીને આવેલી શ્રેયા પટેલનું સ્વાગત કરવા આખું ગામ ભેગું થયું હતું.કદાચ પહેલા આવુ માન-તાન કોઈ દિવસ નહીં મળ્યું હોય, ગ્રામજનોનો પોતાના પ્રત્યે આવો અનોખો પ્રેમ જોઈ શ્રેયા અને એના પરિવારના સભ્યોની આંખોમાંથી રીતસરના ખુશીનાં આંસુ છલકયા હતા.

મોન્ટુ
રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાલય ઢાળ પાસે બોલેરો કાર ના ચાલકે સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતા દુકાનો અને વાહનો ને અડફેટે લીધા હતા ..

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં બાઇક ચોરીના નવ ગુનામાં વોન્ટેડ આરોપીને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ માં ગત રાત્રી ના આગ લાગતા લાખો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!