નર્મદા જિલ્લામાં ગત 15મી એપ્રિલથી 17 મી એપ્રિલ દરમિયાન 11 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તંત્રમાં ચિંતા વધી હતી.હવે એ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે આવશ્યક પગલાં લેવાના ભાગ રૂપે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી કોઈ વ્યક્તિ બહાર ન જઈ શકે કે કોઈ અંદર ન આવી શકે. હવે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તાર પૈકી ગરુડેશ્વરના ખડગદા, ડેડીયાપાડાનું ડુમખલ-બઇડી-ભૂતબેડા, નાંદોદ તાલુકાના વાઘેથા-કુંવરપરા, સાગબારાનું સેલંબા તથા રાજપીપળાના રાજપૂત ફળિયું-કોલીવાડ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના દર્દીઓ સાજા થઈ જતા એમને COVID:19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજ દિન સુધી એ વિસ્તારમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ ન મળતા નર્મદા કલેકટર મનોજ કોઠારીએ ઉપરોક્ત વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપતો હુકમ કર્યો છે.
મોન્ટુ
રાજપીપલા નર્મદા બ્યુરો