Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં ગુટકાનાં જથ્થા સાથે મોટી રાવલનો સરપંચ ઝડપાયો.

Share

કોરોનાના કહેરને લઈને હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ વસ્તુના વેચાણ પર સરકારે હાલ પ્રતિબંધ મુક્યો છે ખાસ કરીને ગુટકા વેચવા પર પ્રતિબંધ સખત બનાવ્યો છે.તે છતાં પોલીસની આંખોમાં ધૂળ નાખી ગુટકાના સંગ્રહખોર વેપારીઓ હાલ લોકો પાસે મૂળ કિંમતના 5 ગણા પૈસા લઈ ગુટકાનું ધૂમ વેચાણ કરી રહ્યા હોવાની બુમો ઉઠી છે.નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટી રાવલના સરપંચ હરેશ રમણ તડવીને ગેરકાયદેસર ગુટકાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ માર્ગદર્શન હેઠળ અને ડી વાય એસ પી વાણી દુધાતનાની સૂચના અનુસાર LCB PSI સી.એમ.ગામીત પોતાની ટીમ સાથે દેવલિયાથી ગરુડેશ્વર વિસ્તારમાં પરટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન દેવલીયા ચોકડી તરફથી ગરુડેશ્વર તરફ GJ 22 J 6904 નંબરની એક્ટીવા ઉપર આગળના ભાગે મીણીયા કોથળામાં કઇંક સામાન ભરીને એક વ્યક્તિ જઈ રહ્યો હતો એને ગરુડેશ્વર ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ પાસે ઉભો રાખી પૂછતાછમાં એનું નામ હરેશ રમણ તડવી (રહે, મોટી રાવલ તા.ગરુડેશ્વર) હોવાનું જણાવ્યું હતું. મીણીયા કોથળાને ખોલી જોતા અંદર તપાસ કરતા એમાંથી વિમલ, પાન મસાલાના 95 અને તમાકુના 85 પેકેટ મળી આવ્યા હતા.આ વિમલ ગુટકા પેકેટ ગઢબોરીયાદ તા.નસવાડી જિ. છોટાઉદેપુરના અજાણ્યા ઇસમ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.ગરુડેશ્વર પોલીસે મોટી રાવલના સરપંચ વિરુદ્ધ ગુનો હોન્ડા એકટીવા સહિત કુલ 33950/- નો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” યોજાશે.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ઝારોળા સમાજની કુળદેવી શ્રી હિમજામાતાની ઉજાણીનો પર્વ ઉત્સાહભેર ઉજવાયો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!