નર્મદા રાજપીપલા હાલ ભારત સહિત સમગ્ર રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે લોકોને સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો હાલ મુશ્કેલીઓમાં મુકાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના કોસીંદ્રા ગામ ખાતે સરકારની મંજૂરીથી C.C.I દ્વારા કપાસની ખરીદી કરવામાં આવતી હતી. જયારે નર્મદા જિલ્લાના તીલકવાડા અને ગરુડેશ્વર તાાલુુુકાના નસવાડી બોડેલી સહીતનાં ખેેેડૂતો કપાસ આપવા માટે કોસીન્દ્રા ગયા હતા પરંતુ એ કેન્દ્ર બંધ હાલતમાં જોઇ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી ખેડૂતો પોતાનો કપાસ લઇ રોડ ઉપર રખડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં C.C.I ના 4 કેન્દ્રો કાર્યરત છે. જેમાં કોસીંદ્રા કેન્દ્ર પર કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવી છે જેનું કારણ C.C.I ના ઓફિસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ C.C.I ના ઓફિસર ત્રણ કેન્દ્રોનું ચાર્જ આપવામાં આવ્યું હતું શિનોર,કોસીંદ્રા,પાવી જેતપુર આ ત્રણ કેન્દ્રો પર ઓફિસર કાર્યરત હતા પરંતુ શિનોર જીન ખાતે બે વાર આગ લાગત અધિકારીની બેદારકારીના કારણે તેઓને સસ્પેન્ડ કરાયા છે જેથી આ C.C.I ના ઓફિસર કોસીંદ્રા જીન કેન્દ્ર પર પણ કાર્યરત હતા જેના કારણે હાલ કોસીંદ્રા જીન પણ કપાસની ખરીદી બંધ રાખવા આવી છે આ ખેડૂતો બોડેલી,બહાદુરપૂર C.C.I ના કેન્દ્રો પર કપાસ વેચાણ કરવા ગયા હતા પરંતુ ત્યાં પણ આ ખેડૂતોનો કપાસ લેવામાં ના આવતા ખેડૂતો પોતાનો કપાસ લઇ રોડ ઉપર રખડી રહ્યા છે. જો આ કોસીંદ્રા C.C.I કેન્દ્ર નવા ઓફિસરને નિયુક્ત કરવામાં આવે અને જીનમાં ફરી કપાસની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોનો કપાસનો ભાવ સારો મળી શકે તેમ છે તેવી માંગ ખેડૂતોની ઉઠી છે.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો