કોરોનાનો કેહેર આખી દુનિયામાં વર્તાઈ રહ્યો છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના ઘર-બારની ચિંતા કર્યા વિના દિવસ-રાત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.એના પરિણામ સ્વરૂપે કોરોનાના ઘણા દર્દીઓ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી પોતાના ઘરે પણ ગયા છે પણ રાજપીપળા સિવિલમાં નર્મદા જિલ્લામાં પણ એક પછી એક કોરોનાના 12 કેસો સામે આવતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 2012 થી સતત ફરજ બજાવતા ફિઝિશિયન ડો. મેંણાતે પ્રણ લીધા કે જ્યાં સુધી હું કોરોનાના દર્દીઓને સ્વસ્થ નહીં કરું ત્યાં સુધી હું ઘરે જઈશ નહિ. નર્મદા જિલ્લાના 12 પૈકી 9 દર્દીઓના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા 29 મી એપ્રિલે એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.લગભગ એક મહિના બાદ તેઓ પોતાના રાજપીપળા દોલત બજાર ખાતેના ઘરે જવા રવાના થયા હતા.એ વિસ્તારના લોકોએ એમને સરપ્રાઈઝ આપી હતી, ડો.મેંણાત જેવા ગાડીમાંથી નીચે ઉતરી ઘર તરફ જવા ડગ માંડયા કે લોકોએ એમના પર ચારેવ તરફથી ફૂલોનો વરસાદ વર્ષાવ્યો હતો.”ભારત માતાકી જય” ના નારાથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, અમુક લોકોએ તો એમની રીતસરની આરતી પણ ઉતારી હતી.આવા જ અનેક કોરોના વોરિયર્સને લીધે આજે કોરોનાના દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે.સતત એક મહિનાથી covid-19 હોસ્પિટલમાં ફરજ બજાવી કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરી ઘરે પરત ફર્યા દરમિયાન રાજપીપળા દોલત બજારનાં રહેવાસીઓએ અભૂતપૂર્વ સ્વાગત કરતા ડો.મેંણાત ભાવ વિભોર થયા હતા.
મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો