કોરોનાનાં કહેર વચ્ચે હાલ દેશવાસીઓ જીવી રહ્યા છે. કોરોનાનાં કેસો જેટલા વધી રહ્યા છે એની સામે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે પણ એ રેસિયો ઘણો નીચો છે.કોરોના દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા અપાતી સારી ટ્રીટમેન્ટનાં પરિણામે નર્મદા જિલ્લાના 11 પૈકી 9 દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાથી એમણે 28 મી એપ્રિલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.રાજપીપળા આયુર્વેદિક COVID:19 હોસ્પિટલ ખાતેથી 29 એપ્રિલ સવારે 10 વાગ્યે તમામ 9 દર્દીઓને આરોગ્ય વિભાગના વાહનમાં એમના ઘર સુધી પહોંચાડયા હતા.
દરમિયાન નર્મદા કલેકટર મનોજ કોઠારી, આરોગ્ય અધિકારી કે.પી.પટેલ, ડો.કશ્યપ, ડો.મેંણાત સહિત સમગ્ર આરોગ્ય વિભાગની ટીમે ફૂલોનો વરસાદ કરી દર્દીઓને અભિનંદન પાઠવ્યા હતા. નર્મદાના પ્રથમ કોરોના દર્દી કિરણ બાબરે જણાવ્યું હતું કે તમને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થાય તો ગભરાશો નહિ.વૉર્ડમાં દાખલ થતાં પેહલા મેન્ટલી તૈયાર થઈ જવું પડે, સારવારની સાથે તમારું મનોબળ જો મજબૂત હશે તો તમે કોરોનાને હરાવી શકશો એમા કોઈ મનમેખ નથી.નર્મદા જિલ્લા મનોજ કોઠારીએ કોરોનાને હરાવી વિદાઈ લઈ રહેલા દર્દીઓને શુભકામનાઓ આપી હતી.એમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 70 હજાર સિનિયર સિટીઝનોમાંથી 40 હજાર જેટલા સિનિયર સિટીઝનોનું આરોગ્ય ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરાયું છે.
■આ દર્દીઓએ કોરોનાને હરાવ્યો
(1) કિરણ બાબર (ગરુડેશ્વર, ખડગડા)
(2) સરસ્વતી જાધવ (ડેડીયાપાડા)
(3) મેઘના ગુરુદત્ત દવે (રાજપીપળા)
(4) મહેન્દ્રસિંહ સત્યનારાયણ સિંહ રાઉલજી
(રાજપીપળા)
(5) સતીશભાઈ મંગાભાઈ વસાવા (કુંવરપરા)
(6) રંજનબેન દેવેન્દ્રભાઈ તડવી (કોલીવાડ, રાજપીપળા),
(7) જેઠીયા મૂજાભાઈ વસાવા (ડેડીયાપાડા),
(8) શકુંતલાબેન નારસિંગ વસાવા (ભૂતબેડા),
(9) એહમદ અબ્બાસ મલેક (સેલંબા,સાગબારા
રાજપીપળાનાં રાજપૂત ફળિયામાં રહેતા મહેન્દ્ર સિંહ રાવલજી, રાજપૂત યુવાનો દ્વારા પ્રવેશદ્વાર પર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો