નર્મદા જિલ્લાના દેડીયાપાડા મોઝદારોડ, હાટ બજાર ચોકડી પાસે ફોરેસ્ટ ક્વાર્ટર સામે વગર ડીગ્રીએ એલોપેથીક દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ આરોગ્ય વિભાગના સકંજામાં આવતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર મોઝદારોડ પર સીમુલ કાશીકાંત બીશ્વાસ નામનો (મૂળ,પશ્ચિમ બંગાળ)નો બોગસ ડોક્ટર કે જેની પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદનું એલોપેથીક મેડીકલ પ્રેકટીસનું પ્રમાણ પત્ર ન રાખી એલોપેથીક પ્રેકટીસ કરી એલોપેથીકની દવા,ઇન્જેકશન બોટલો તથા સર્જનના સામાન તથા એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી રાખી એલોપેથીકની પ્રેકટીસ કરી પોતે ડોક્ટર ન હોવા છતા ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટીસ કરતો રેઇડ દરમ્યાન મળી આવતા આરોગ્ય વિભાગના ડો.જીનલ પટેલે તેની વિરુદ્ધ ફરિયાદ કરતા દેડીયાપાડા પોલીસે આ ઝોલા છાપને ઝડપી લઈ ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ -૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
રિપોર્ટર , આરીફ જી કુરેશી રાજપીપળા
નર્મદામાં કોરોના જેવી મહામારી વચ્ચે પણ ઝોલા છાપ તબીબ પ્રેક્ટિસ કરતો ઝડપાયો : દેડીયાપાડા પોલિસે અટક કરી.
Advertisement