વિશાલ મિસ્ત્રી રાજપીપળા
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર પાસે સરકારના ટ્રાઇબલ મ્યુઝિયમની જમીનમાં ગેર કાયદેસર ખોદકામ કરીને માટીનો ઉપયોગ ફોરલેન રોડમાં કરતી એક ખાનગી કંપનીના જેસીબી સહિત 3 વાહનો મામલતદારે જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે.
હાલમાં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતા ફોરલેન રોડનું કામ ચાલુ છે.જેમાં રોડને પહોળો કરવા માટે માટી મેટલનો ઉપયોગ થાય છે.ત્યારે રોડનું કામ કરતી એક ખાનગી કંપની સરકારના સર્વે નંબરની ટ્રાઇબલ મ્યુઝીમ પાસેની જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતી હોવાની જાણ થતાં નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામની સૂચનાથી ગરૂડેશ્વર મામલતદાર વી.વી.મછારે બે હાઈવા ટ્રક,એક જેસીબી જપ્ત કર્યા છે.જેમાં ગેરકાયદેસર રિતે 60 ટન જેટલું માટી મોરમ ભરેલું હોવાનું જણાઈ આવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કંપની દ્વારા સરકારી પડતર જમીનમાં આ ખોદકામ કરવામાં આવ્યું હોવાની ઘટના બાદ સરકારી તંત્ર દ્વારા લેવાયેલા પગલાં બાદ ખળભળાટ મચ્યો છે.
આ જમીનમાં અગાઉ ગેરકાયદેસર ખોદકામ કરનાર અન્ય એક ખાનગી કંપનીને 17 લાખ 50 હજાર ડંડ નર્મદા જિલ્લા કલેકટરે ફટકાર્યો હતો.અને કંપનીની 6 હાઈવા,એક જેસીબી અને એક હીટાચી સહિત કુલ 8 જેટલા વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા હતા.જે બાબતે જિલ્લા કલેકટર આર એસ નિનામાંની સૂચનાથી તપાસના આદેશ થયા હતા.બાદ 17 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ભરાતા વાહનો મુક્ત કરવામાં આવ્યા હતા.