રાજપીપળામાં નર્મદા જિલ્લા ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા સ્નેહમિલન સંમેલન યોજાયું,પીએમ મોદીના ભાઈ અને ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ સરકાર સામે પ્રહારો કર્યા.
રાજપીપળા:રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં નર્મદા જિલ્લા ફેરપ્રાઇઝ એસોસિએશનનું સ્નેહમિલન સંમેલન નરેન્દ્રસિંહ રાઉલજીની આગેવાનીમાં યોજાયું હતું.જેમાં સમારંભના પ્રમુખ સ્થાનેથી સંબોધતા પીએમ મોદીના ભાઈ ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ એસોસિએશન પ્રમુખ અને ઓલ ઇન્ડિયા ફેરપ્રાઈઝ એસોસિએશન ઉપપ્રમુખ પ્રહલાદ મોદીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.આ સમનેલનમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો ઉપરાંત ગોધરા,ભાવનગર અને વડોદરાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા ફેરપ્રાઇઝ શોપ એસોસીએશનનું સ્નેહ મિલન યોજાયું હતું.જેમાં પ્રધાનમંત્રી મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ સરકારને ચીમકી આપી હતી કે 6 ફેબ્રુઆરીએ પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રી રૂપાણી જોડે ચર્ચા થશે,જો સરકાર તરફથી સારો પ્રતિસાદ નહીં મળે તો 2019 લોકસભાની ચૂંટણીમાં સરકાર સામે લડત અપાશે.પ્રહલાદ મોદીએ સરકારને બહેરી ગણાવી જણાવ્યું હતું કે સરકાર અમારી વાત સાથે તાલ મિલાવી શક્તિ નથી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,પુરવઠા મંત્રી જ્યેશ રાદડીયા આપણુ કમિશન વધારવા તૈયાર છે પણ નાના વિભાગમાંથી ફાઈલો પાછી આવે છે.હું ભાજપનો સક્રિય કાર્યકર છું પણ પાર્ટી મારુ પેટ ભરતી નથી,આમ પણ નરેન્દ્રભાઈ કશું આપતા નથી.6 ફેબ્રુઆરીની મિટિંગ સક્સેસ જશે તો આભાર પત્ર સરકારને આપીશ નહીંતર અલ્ટીમેટમનો પત્ર રૂપાણીને હાથોહાથ આપીશ.નર્મદા જિલ્લા પુરવઠા વિભાગના કોઈ દોઢ ડાહ્યા અધિકારીએ જિલ્લાના 45% કાર્ડ બંધ કરી દીધા છે.ફેરપ્રાઇઝ શોપના સંચાલકો સરકારી ગોડાઉનો ઉપર જઈને અધિકારીઓને ચા- પાણી કરાવીને નજરાણું આપે છે.તો આ તકે તેઓએ સરકારના અધિકારીઓને નફ્ફટ ગણાવી દીધા હતા.