અભ્યાસ દરમ્યાન અાવતી વિવિધ પરીક્ષાઅો અાપતા વિધાથીૅઅો તાણ અનુભવે નહી અને પરીક્ષા સમયે કેવા કેવા ઉપાયો અને તેના ઉકેળ સાથેનું ‘અેકઝાન વોલીપર’ નામનું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે લખ્યુ છે. તે અંતગૅત અાગામી ૧૬ ફેબ્રુઆરી ર૦૧૮ના દિવસે બપોરે ૧૧ થી ૧ર (અેક કલાક) નરેન્દ્રભાઈ દેશના તમામ વગૅના વિધાથીૅઅો સાથે વિડીયો માઘ્યમથી વાતાૅલાપ કરશે. તેમ રાજય શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાઅે જણાવ્યંુ છે. અા અંગેની માહીતી અાપતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાઅે જણાવ્યુ હતું કે પરીક્ષા સમયે વિધાથીૅ તાણ ન અનુભવે અને પરીક્ષાનો ભય દુર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઅે હિન્દી ભાષામાં ર૦૮ પાનાનું અેક પુસ્તક લખ્યું છે. લોકાપૅણ પણ થઈ ચુકયુ છે. ત્યારે અાગામી ૧૬રુરરુ૧૮ના દિવસો દેશભરના વિધાથીૅઅો અને વાલીઅો અાપે વિડીયો ડોન્ફરન્સ માઘ્યમથી ધો. ૬ થી કોલેજ સુધીના વિધાથીૅઅો અાપે નરેન્દ્રભાઈ અેક કલાક વાતાૅલાપ કરશે અને પરીક્ષાનો ભયરુતાણ દુર કરવાના ઉપાયો અને માગૅદશૅન અાપશે. અા જ કાયૅક્રમ અંતગૅત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દેશના તમામ શિક્ષણ પ્રધાનો વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી જરૂરી સુચનો અાપ્યા હતા. જે અંતગૅત અાજે ગુજરાતની તૈયારીઅો અંગેની ચચાૅ કેન્દ્રીય મંત્રી સમક્ષ કરી શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહે જણાવ્યુ હતું અને અા કાયૅક્રમને સુપેરે પાર પાડવા શિક્ષણ વિભાગે પણ તમામ તૈયારીઅો પુરી કરી હોવાનું જણાવ્યુ હતું.
સૌજન્ય(સાંજ સમાચાર)