Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં પ્રતાપનગર ગામે જમવાનું બનાવવાનાં મામલે ઝઘડો થતાં પતિદેવે પત્નીને લાકડું માથામાં મારી ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતાં ચકચાર…

Share

નાંદોદ તાલુકાના પ્રતાપ નગર ગામે જમવાનું બનાવવાના મામલે ઝઘડો થતાં પતિદેવે પત્નીને લાકડું માથામાં મારી ગંભીર ઇજા કરી પત્નીની કરપીણ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસ મથકે માતાની હત્યા કરનાર સામે દીકરીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફરિયાદી દક્ષાબેન રતિલાલ છોટુભાઈ વસાવા (રહે,પ્રતાપનગર,નવીનગરી) એ આરોપી રતિલાલ છોટુભાઈ વસાવા (રહે, પ્રતાપનગર, નવીનગરી) સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપી રતિલાલ વસાવા તથા મરનાર તેની પત્ની સંગીતાબેન રતિલાલ છોટુભાઈ વસાવા ફરિયાદી દક્ષાબેનના માતા-પિતા થાય છે.

Advertisement

પ્રતાપનગર ગામે આરોપી પતિ રતિલાલ વસાવા અને મરનાર પત્ની સંગીતાબેન સાથે ખાવાનું કેમ બરાબર બનાવેલ નથી તે બાબતે ઝઘડો થયેલ આ બાબતે પતિદેવે ઉશ્કેરાઇને પોતાની પત્ની સંગીતાબેન રતીલાલ છોટુભાઈ વસાવાની કપાળ, આંખે તથા હાથે આરોપીએ લાકડું મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા પત્નીનું મોત નીપજયું હતું. આ અંગે મરનારની દીકરીએ પોતાના બાપ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

રાજપારડીમાં મુસ્લિમોએ નમાજ ઘરોમાં અલગ-અલગ પઢી.

ProudOfGujarat

पाकिस्तान में नहीं रिलीज होगी नीरज पांडे की ‘अय्यारी’!

ProudOfGujarat

પાલેજ-વલણ ગામ વચ્ચેના રોડનું કામ પૂર્ણતાનાં આરે, વાહનચાલકોમાં ખુશીની લહેર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!