રાજપીપળા ભૂગર્ભ ગટર યોજના માટે ચિત્રાવાડીના શશીકાંત છીતું પટેલની જમીન સંપાદિત થઈ હતી,વધુ વળતર બાબતે કેસ કરાતા કોર્ટે વધુ વળતર મંજુર કરતો ચુકાદો આપ્યો હતો.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)રાજપીપળા નજીકના ચિત્રાવાડી ગામના શશીકાંત છીતું પટેલની જમીન વર્ષ 1989માં રાજપીપળા ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત કરવામાં આવી હતી.જેનો વધુ વળતર બાબતે એમણે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો.બાદ નામદાર હાઇકોર્ટે વધુ વળતરની રકમ મંજુર કરી હતી.જે રકમ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ રાજપીપળાએ જમા ન કરાવતા કોર્ટે પાણી પુરવઠા બોર્ડ રાજપીપળાની કચેરી માંથી 3 કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર જપ્ત કર્યું છે.
રાજપીપળા નજીકના ચિત્રાવાડી ગામના શશીકાંત છીતું પટેલની જમીન વર્ષ 1989માં રાજપીપળા ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત કરવામાં આવી હતી.જેનો વધુ વળતર બાબતે એમણે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો.બાદ કોર્ટે વધુ રકમની મંજૂરી આપવા છતાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ રાજપીપળાની કચેરીએ અરજદારને જમા કરાવી ન હતી.તો આ મામલે અરજદારના વકીલ કનું.બી.પટેલની રજુઆત રાજપીપળા પ્રિન્સિપાલ સિનિયર જજ એસ.આઈ.તોરાણીની કોર્ટે ધ્યાને લઈ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ,રાજપીપળાની કચેરી વિરુદ્ધ તેમની જંગમ મિલકત જપ્ત કરી વધુ વળતરની રકમ વસુલ મેળવવા માટે હુકમ કર્યો હતો.જેથી નામદાર કોર્ટના બેલીફ દ્વારા 3 નંગ કોમ્પ્યુટર અને પ્રિન્ટર જપ્ત કરાયા છે.