(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
બરોડાથી બાઈક લઈ ડેડીયાપાડા તરફ જતા દંપતીની બાઈકને સામેથી પુરપાટ આવતી બાઈકે અડફટેમાં લેતા પતિનું ઘટનાસ્થળે મોત.
:મૂળ ડેડીયાપાડા તાલુકાના ઑલ ગામના અને હાલ બરોડા રહેતા રીનાબેન બ્રમ્હદેવ વસાવા ગતરોજ સાંજે બરોડાથી પતિ બ્રમ્હદેવ સાથે બાઈક પર ડેડીયાપાડા તરફ જવા નીકળ્યા અને બીડ ગામ પાસે તેમની બાઈક પોહચતા સામેથી પુરપાટ આવી રહેલી એક બાઈક નંબર GJ 22 B 1633 ના ચાલકે બ્રમ્હદેવની બાઈક સાથે અકસ્માત કરતા બંને દંપતી ફંગોળાઈ ગયા હતા.જેમાં બન્નેને ઈજાઓ થઈ હતી અને પતિ બ્રમ્હદેવનું સ્થળ પરજ મોત થયું હતું.આ મામલે પત્ની રીનાબેને રાજપીપલા પોલીસ મથકે સામેવાળા બાઈક ચાલાક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાશ હાથ ધરી છે .
