(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
પુણ્ય સલિલામાં મા નર્મદાની નર્મદા જયંતિની ઉજવણી કેટલાક સ્થળો પર કરવામાં આવી માઁ નર્મદામાં પાણીના ઓછા પ્રવાહ વચ્ચે પણ નર્મદા તટે સાધુ સંતો અને ભક્તોએ નર્મદા જયંતીની ઉજવણી કરી હતી.
વિશ્વમાં પ્રસિદ્ધ અને પવિત્ર એવી ઉત્તરવાહીનીમાઁ નર્મદાની કેટલાક ઘાટો પર મહાપૂજા કરવામાં આવી હતી.નાંદોદ તાલુકાના નાવરા ખાતે નર્મદા જયંતીનો પર્વ ઉજવાયો હતો.જેમાં રંગ અવધૂત ટાટબરી સરકારના સાનિધ્યમાં કેન્દ્રીય આદિજાતિ આયોગના ડિરેક્ટર હર્ષદભાઈ વસાવા અને તેમના પત્ની હેમાબેન વસાવાની ખાસ ઉપસ્થિતિ હતી.અને સમગ્ર આયોજન પણ કર્યું હતું નાવરા ખાતે નર્મદા માતાના મંદિરે નર્મદા તટે નર્મદા જયંતીનો મહાપર્વ ઉજવાયો હતો.માતાજીની પૂજા મહાઆરતી સહીત ચૂંદડી ચઢાવવામાં આવી હતી.આ સાથે ગરુડેશ્વર ગ્રામજનો દ્વારા નર્મદા ઉજવણી કરવામાં આવી હતી.જ્યાંથી રામપુરા, ગુવાર, માંગરોલ સહીત નરખડી,નાલેશ્વર મહાદેવ,રૂંઢ કમલાકર મહારાજની ઉપસ્થિતિમાં પોઇચા ચાંદોદ મોટી સંખ્યામાં ભક્તો અને સંતો દ્વારા નર્મદા જયંતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.