ભરૂચ નગરપાલિકાના મુખી અધિકારીશ્રી જણાવે છે કે, આથી ભરૂચ શહેર વિસ્તારમાં ફરતી શાકભાજી, ફળાફળાદી ઈત્યાદી લારી માલિકો ને જણાવવાનું કે ઘન કચરાના વ્યવસ્થાપન નિયમો 2016 તા.08/04/2016 ના રોજ શહેરી વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નોટીફીકેશન ની કલમ – 4 માં જણાવ્યા અનુસાર કચરો ઉટપન્ન કરાનારની જવાબદારી કચરાનો નિકાલ કરવાની તેમજ કચરાનો પધ્ધતિસર નિકાલ કરવાનો હોય છે. જેથી તમામ લારી માલિકોએ પોતાની લારી ઉપર ફરજીયાત ડસ્ટબીન રાખવું અને કચરો ડસ્ટબિનમાં જ નાંખવો અને ડોર ટુ ડોર ના વાહનને અથવા નાગર પાલિકા દ્વારા મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાંખવો અને ડોર ટુ ડોર ના વાહનને અથવા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાંખવાની નોંધ લેવી.
આ મુજબની સૂચના અમલ નહી કરનાર લારી માલિકો પાસે દંડ / વહીવટી ચાર્જ/ લારી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને અનિવાર્ય સંજોગોમાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે જેની દરેક લારી માલિકોએ નોંધ લેવી.