તસવીર અહેવાલ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ
નળસરોવરઃ ગરમી અને તડકાની અસર હવે નળસરોવર પર પણ જોવાં મળી છે. 120.82 ચો કિ.મીમાં ફેલાયેલું નળસરોવર પણ આખરે સુકાઇ ગયું છે.ગરમી અને તડકાની અસર હવે નળસરોવર પર પણ જોવાં મળી છે.અંદાજે 2 મહિનાથી નળસરોવર પાણી વિહીન બની ગયું છે. નળસરોવરને કિનારે આવેલાં 12 જેટલાં ગામોમાં પણ પાણીની અછત સર્જાઈ છે. નળસરોવર સુકાતા 12 ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.
વિરમગામ નજીક આવેલ નળસરોવર સુકાતાં પ્રવાસીઓ માટે જાહેરનામું તૈયાર કરાયું છે. 2002 બાદ ફરી એક વાર નળસરોવર સુકાયું છે. તળાવ સુકાઇ જતાં 300 લાયસન્સ ધારક નાવડીઓ ઠપ્પ થઈ ગઇ છે. સરોવર સુકાઇ જતાં 300 નાવડી ચાલકોની રોજગારી પર માઠી અસર થઇ છે.ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી 8 ફૂટ પાણી હોય છે. પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરનાં માત્ર 2થી 3 ફૂટ પાણી હતું.
નળ સરોવરએ ગુજરાત રાજ્યનાં અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગનાં અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક વિશાળ સરોવર છે.આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી છે પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલી વિશાળતા ધરાવે છે. અહીં પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટીની નીચે વિવિધ વનસ્પતિ જોવાં મળે છે. ત્યારે ખોરાકની માત્રા અહીં વિપુલ પ્રમાણમાં હોવાંથી પક્ષીઓ અહીં ખૂબ મોટી સંખ્યામાં આવે છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે.શિયાળાની શરૂઆત થતા જ નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઑ ડિસેમ્બર થી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે.નળસરોવર એ 120.08 કીમી. ના છીછરા પાણીમાં પથરાયેવલું છે. જે પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું છે.250 થી વઘુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે.ઉપરાંત 72 જાતિની માછલીઓ , 48 જાતની લીલ , 72જાતિની સુષ્રુપ્ત વનસ્પતિઓ , 76 જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે.આ બઘાને નિહાળવા ડીસેમ્બર મહીના થી જ ખુબ મોટી સંખ્યામાં દુર-દુરથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં નજારો જોવા આવે છે પરંતુ આ વર્ષે ઓછા વરસાદ અને જળસંકટ થી 17 વર્ષ બાદ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવર ખાલીખમ ભાસે છે.