કપડવંજના હીરાપુરાની સીમમાં ખેતરની અંદર બોરની કામગીરી સમયે થાંભલો ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડી જતા ત્રણ વ્યક્તિઓને વિજ કરંટ લાગતા એકનુ મોત નિપજ્યું છે. જ્યારે બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કપડવંજ તાલુકના અલવા હીરાપુરા ગામના ખેતરમાં બોર બનાવવાની કામગીરી ચાલુ હતી. તે સમયે ગાડીમાં આવેલ ઘોડીનો થાંભલો બેસાડવા જતા ખેતરમાંથી પસાર થતી ૬૬ કેવી વીજ લાઈનને થાંભલો અડી જતાં કામ કરતા બળદેવભાઈ અરજણભાઈ પરમાર(રહે. કપડવંજ)ને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. તેમજ તેમની સાથે તુષારસિંહ બદેસિંહ પરમાર તથા મહોબતસિંહ પરમાર (બન્ને રહે. કપડવંજ)ને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે કપડવંજની હોસ્પિટલ ત્યારબાાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂકી સારવાર દરમ્યાન બળદેવભાઈનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.આ બનાવ મામલે કપડવંજ ગ્રામ્ય પોલીસએ અપમૃત્યુ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ