કપડવંજમાં બે ઓઇલ કંપની માંથી લેવામાં આવેલા ખાદ્યતેલના સેમ્પલોને તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા. કપડવંજમાંથી ગઇ કાલે કપડવંજ ટાઉન પોલીસ, કપડવંજ અધિકારી, એફએસએલ અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કપડવંજમાં બે અલગ અલગ સ્થળોએ થી શંકાસ્પદ ખાધતેલના એકમો ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને આ ખાદ્યતેલ એકમોના માલિકો દ્વારા એક જ પ્રકારનું તેલ વાપરી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો મારી બજારમાં તેલ આપવામાં આવતું હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.
અત્યારે કપડવંજમાં ચાલતા ખાદ્યતેલના બંને એકમો છેલ્લા ઘણા સમયથી ચાલતા હતા પરંતુ હવે એકાએક બંને એકમોને સીલ કરી સેમ્પલો લેવામાં આવ્યા છે જોકે લેવામાં આવેલા સેમ્પલો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પૃથક્કરણ અર્થે લેબોટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ ખાદ્યતેલમાં ભેળસેળ છે કે કેમ તે સમગ્ર વિગત બહાર આવશે.
નરેશ ગનવાણી: નડિયાદ