Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભવતી બહેનો માટે સેમિનાર યોજાયો.

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત પરમ પૂજય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુનદાસજીના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાન હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભવતી માતાઓ માટે ગર્ભાવસ્થામાં મુંજવતા પ્રશ્નોના ઉકેલ માટે સુપ્રસિદ્ધ ગાયનેકોલોજીસ્ટ ર્ડો. જૈનાબેન શાહના સાનિધ્યમાં ગર્ભાવસ્થા સમસ્યા અને નિવારણ વિષય પર તપોવનના કર્મઠ ર્ડો હેતલબેનના વડપણ હેઠળ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

સેમિનારમાં 50 થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. ગર્ભવતી બહેનો એ 70 જેટલા પ્રશ્નો ર્ડો જૈનાબેનને પૂછ્યા હતા અને ર્ડો.જૈનાબેન શાહ એ ખૂબ જ સરળ ભાષામાં સમજાવી જવાબ આપ્યા હતા. પ્રશ્નોતરીમાં ગર્ભાવસ્થા દરમ્યાન કાળજી, કરવામાં આવતી કસરતો, કેવો ખોરાક લેવો, નોર્મલ ડિલિવરી માટે શું કરવું, બાળકને ક્યાં સુધી ધાવણ આપવું આવા અનેકો પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તેમજ સંત નિર્ગુન દાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી ર્ડો જૈના બેનનુ સન્માન કરવામાં આવ્યું હતું. સેમિનાર માં ર્ડો. હેતલબેન પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયત મથકે માંગરોળ તાલુકા પંચાયતની સામાન્યસભા યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે પ્રચાર બાબતે યુવકને માર માર્યો.

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ વર્ષથી દવાખાનુ ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!