Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં ચકચાર એવા સિરપ કાંડમાં આજે વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.

Share

ગામમાં વેચાણ કરતા અને હાલ પોલીસની પકડમાં રહેલા બે આરોપીઓના પિતા કે જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેઓનું પણ આજે મોત નિપજ્યું છે.  જેના કારણે સિરપ કાંડમાં મૃત્યુનો આંકડો ૭ પર પહોંચી ગયો છે.

સિરપ કાંડમાં પકડાયેલા ૫ આરોપીઓ પોલીસના રિમાન્ડ પર છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુ આંકમા પણ વધારો થયો છે. નડિયાદ તાલુકાના બિલોદરા ગામે દુકાન ચલાવી વેપલો કરતા કેસના આરોપી નારાયણ ઉર્ફે કિશોર સાંકળભાઈ સોઢા અને તેનો સગોભાઈ ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાએ પણ આ સિરપ પીધી હોવાથી છેલ્લા ૫ દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બુધવારે સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Advertisement

જ્યાં સાંકળભાઈ સોઢાએ દમ તોડતા પોલીસ અમદાવાદ ખાતે પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને મૃતદેહ સોંપશે. પોલીસની તપાસમાં આરોપી યોગેશ સિંધી ઉર્ફે યોગીએ આ સીરપ નડિયાદ સ્થિત પોતાની ફેકટરીમાં બનાવી હોવાનું કબુલાત કરી છે. તો આ સીરપ બનાવવા ફોર્મુલા તેને જેલમાં રહેલ એક આરોપી અને તેનો અન્ય વ્યક્તિ સાથે મળીને સમગ્ર કારોબાર ચલાવતો હતો. આ સીરપ બનાવવા ઇંથેનોલ જેવું અન્ય કેમિકલ મુંબઈના તોફિક નામના રિટેલર પાસેથી લાવવામા આવતું હતું. આ કેમિકલ લાવી અન્ય પદાર્થ ઉમેરી ફેક્ટરીમાં જ બોટલો પેક કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત બોટલો બનવાની ડાય અને શંકાસ્પદ પ્રવાહી પણ પોલીસના હાથે લાગ્યું છે. આ કેમિકલ લાવી આ નશાકારક સિરપ પોતાની સીલોડ સ્થિત ફેકટરીમાં જ બનાવતો હોવાનું પર્દાફાશ થયો છે. રોમટીરીયલ લાવી સિરપ બનાવી ખેડા, આણંદ અને વડોદરામાં જિલ્લામાં પોહચાડવા સુધીનું નેટવર્ક બનાવેલું હોવાની હકીકત સામે આવી છે. પોલીસે ગઇકાલે કેમિકલ આપનાર મુંબઈના રિટેલર તોફિકની પણ ધરપકડ કરી છે અને હાલમાં પોલીસ દ્વારા અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી હોવાની માહિતી પોલીસ વર્તુળોમાંથી મળી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદના વસ્ત્રાપુરમાં ક્લોરિન ગેસ લીક, લોકોની નાસભાગ, બેને અસર

ProudOfGujarat

ભરૂચ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના સંક્રમણની આરોગ્ય વિભાગની તૈયારીની સમીક્ષા રાજ્યનાં સહકાર મંત્રીએ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!