શ્રી સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય લઇ ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદથી મોઢાના… ચહેરાના… તથા જડબાના રોગોના તપાસ માટેનો નિશુલ્ક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૫૦ ઉપરાંત દર્દીઓએ નિ:શુલ્ક તપાસ કરાવી હતી.
કેમ્પનું ઉદઘાટન પરમ પૂજ્ય સંત નિર્ગુણદાસજી મહારાજે દિપ પ્રગટાવી કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિ- દાનવીર ઈપ્કોવાળા દેવાંગભાઈ પટેલ, નેત્ર ચિકિત્સાલય ના રમણ કાકા, અગ્રણી કાર્યક્રર ભુપેન્દ્રભાઈ દેસાઈ, વિજયભાઈ સરૈયા , તથા અમદાવાદથી ખાસ ડો. રિધ્ધીબેન માતરીયા, ડો. વિપુલ નગવાડીયા એ દર્દીઓને તપાસ્યા હતા, નિદાન પછીની સારવાર પણ જરૂરિયાત મંદોને રાહત દરે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આવેલ ડોક્ટરોએ જણાવ્યું કે પાન ગુટખા મસાલા સિગરેટના સેવનથી ઉપરોક્ત રોગો થઈ શકે છે. આ કેમ્પ શ્રી સંતરામ મંદિર સંચાલિત નેત્ર ચિકિત્સાલયમાં શરૂ કરાયેલ દાંત વિભાગમાં કરવામાં આવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ