Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં વૃધ્ધને ન્યુડ વીડિયો કોલથી બ્લેક મેઇલ કરી ટોળકી એ રૂ. ૪૩ હજાર ખંખેરી લીધા

Share

નડિયાદના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વૃધ્ધને ન્યુડ વીડિયો કોલથી બ્લેક મેઇલ કરતાં ટોળકીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાથી બોલુ છું કહી  રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારબાદ વધુ નાણાં માંગતા અંતે વૃધ્ધે ચકલાસી પોલીસ મથકે આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ તાલુકાના ગામે રહેતા  વૃદ્ધને ગત ૨૩ સપ્ટેમ્બરના ૨૦૨૩ના રોજ  તેમના  વોટ્સએપમાં એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. જે કોલ રીસીવ કરતા સામે એક યુવતીએ તેણે તરત જ પોતાના કપડાં કાઢી નાખ્યા હતા અને આ જોતા જ આ વૃદ્ધે વીડિયો કોલ કાપી દીધો હતો. તે બાદ ૨૭ સપ્ટેમ્બરના રોજ બીજા અજાણ્યા નંબર પરથી કોઈ સંદીપસિંગનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને તેણે સામેથી કહ્યું કે હું દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ માંથી બોલું છું તમારા ન્યૂડ વીડિયોની ફરિયાદ છે તમારે આમાંથી બહાર નીકળવું હોય તો, તમારી ઈજ્જત સાચવવી હોય તો પ્રોસેસિંગના ચાર્જ રૂપિયા 43 હજાર ભરવા પડશે. જેમાં ૨૧ હજાર ૫૦૦ દિલ્હી સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં તથા બીજા ૨૧ હજાર ૫૦૦ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાં ભરવા પડશે’ તેમ જણાવ્યું હતું અને આ તમામ નાણા તમને પરત મળી જશે તેમ કહ્યું હતું. આ બાદ આ ફોન ધારકે આ વૃદ્ધના વોટ્સએપમાં અન્ય નંબર મોકલી આ નંબર યુટ્યુબ વાળાના નંબર છે તમે એમને કોલ કરી જણાવો.  ત્યારબાદ વૃદ્ધ આ નંબર ઉપર ફોન કરી સામેથી સંજયસિંગ નામના વ્યક્તિએ જણાવ્યું કે તમારે પૈસા ભરવા પડશે અને નહીં ભરો તો વીડિયો જાહેર કરી દઈશું અને તમારી ઈજ્જતના કાંકરા થઈ જશે અને તમારા વિરુદ્ધ ફરિયાદ થશે તેમ કહ્યું હતું. જેથી ગભરાયેલા વૃદ્ધે પોલીસ કેસ થશે તેમ માની તેઓના દીકરી દ્વારા તેના મોબાઈલ પરથી આપેલા મોબાઇલ નંબર ઉપર ગુગલ પે દ્વારા રૂપિયા ૨૧ હજાર ૫૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. જેનો સ્ક્રીનશોટ લેતા રાકીબખાનનો યુપીઆઈ નંબર હતો. અને આ જ નંબર ઉપર ફરી વખત રૂપિયા ૨૧ હજાર ૫૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. આમ કુલ ૪૩ હજાર રૂપિયા આપ્યા હતા.

Advertisement

બીજા દિવસે કોઈ સંદીપકુમાર નામના વોટ્સએપ પરથી વૃદ્ધને કોલ આવ્યો હતો અને તેણે ફરી વખત બીજા રૂપિયા 43 હજાર ભરવાના કહ્યા હતા. જોકે વૃદ્ધે કહ્યું કે મેં અગાઉ ૪૩ હજાર રૂપિયા ભર્યા છે તો હવે શેના પૈસા તમે માંગો છો. એ સામેવાળી વ્યક્તિએ કહ્યું કે તમારે કુલ રૂપિયા 86 હજાર ભરવાના થાય છે તે પછી વૃદ્ધે આ આવતા અજાણ્યા નંબર ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ વચ્ચે એક વખત ફોન ઉપાડતા સામેવાળી વ્યક્તિએ કહ્યું કે તમે નાણા નહીં ભરો તો તમારા વિડીયો વાયરલ કરી દઈશું. તેવી ધમકી આપી હતી જેથી આ બાબતે વૃદ્ધે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો હતો અને ગઇકાલે ચકલાસી પોલીસ મથકે આ બાબતે ટોળકી સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ મહંમદ પુરાથી સિફા સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણ રૂપ વાહનો અને લારી ધારકો સામે બી ડિવિઝન પોલીસે લાલઆંખ કરી સપાટો બોલાવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના નવાકાશિયા કોઠી ફળિયાનાં એક ધર માંથી વિદેશી દારૂ ઝડપાયો …

ProudOfGujarat

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!