મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બે દિવસ વિશ્વ શાંતિ મહાયજ્ઞ, ભવ્ય શોભાયાત્રા, વિરાટ મહિલા સંમેલન, સાંસ્કૃતિ કાર્યક્રમો, વ્યાખ્યાન માળા, આરાધના સહિતના કાર્યક્રમોનો લાભ મળશે.
નડિયાદ પીપલગ ચોકડી પાસે ૧૦૦ એકરની વિશાળ ભૂમિમાં બીએપીએસ. સંસ્થા દ્વારા નુતન શિખરબદ્ધ મંદિર પૂર્ણતાના આરે પહોંચ્યું છે. ત્યારે આગામી ૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના તારીખ મુજબના જન્મદિને પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
આ નુતન શિખરબદ્ધ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે. નડિયાદ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આ ઉત્સવને ભવ્ય અને દિવ્ય બનાવાવા માટે
પૂજ્ય મહંતસ્વામી મહારાજ મંદિર તા. ૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સાંજે નડિયાદ પધારી રહ્યા છે જ્યાં તેઓના આગમનને વધાવવા પણ અદ્ભુત તૈયારીઓ ચાલી રહી છે. મંદિર મહોત્સવ અંતર્ગત સ્વામીના તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધીના કુલ ૧૫ દિવસના રોકાણ દરમિયાન અનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્ન થશે. જેમાં મુખ્યત્વે તા.૨ ડીસેમ્બરના રોજ સવારે મંદિરના નુતન સભામંડપ પ્રવેશ બાદ બપોરે ૨.૩૦ કલાકે વિરાટ મહિલા સમ્મેલન
તા.૩ ડિસેમ્બર સાંજે ૫.૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ ગાથા નગર નડિયાદની તા. ૪ ડિસેમ્બર અને ૬/૧૨ વિશ્વ શાંતિ મહાયજ્ઞ જેમાં બેસવા માટે મંદિરની એકાઉન્ટ ઓક્સિ તથા કાર્યકરો દ્વારા યજમાન પદ નોંધાવી શકાય છે. મંદિર મહોત્સવ સમિતિ દ્વારા નિયત થયેલ કાર્યક્રમ અનુસાર સ્વામીના દર્શન, આશીર્વાદ અને વિવિધ કાર્યક્રમોનો લાભ મળશે.
નરેશ ગનવાણી : નડિયાદ