Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની જે એન્ડ જે કૉલેજ ઑફ સાયન્સ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

Share

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને રોજગારી પ્રાપ્ત કરાવવાના હેતુથી રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 22-23 માર્ચ દરમિયાન ખેડા અને મહીસાગર જિલ્લાની કૉલેજોના વિદ્યાર્થીઓ માટે જે એન્ડ જે કૉલેજ ઑફ સાયન્સ, નડિયાદ ખાતે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બે જિલ્લાની કુલ 19 કૉલેજના વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો. કુલ 22 કંપનીઓ ઈન્ટરવ્યુ માટે હાજર રહી સમગ્ર પ્લેસમેન્ટ કેમ્પનું સંચાલન સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલના પ્રિન્સિપાલ અને ઝોન 3, નોડ 5 ના નોડલ ઓફિસર ડૉ. સુરેશ ગઢવીએ કર્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

ભીલીસ્થાન લાયન સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ વસાવાની આગેવાનીમાં ઝઘડિયા મામલતદારને પાઠવાયેલ આવેદનપત્ર.ઝઘડિયા વિસ્તારના ધારાસભ્ય સામે કરાયેલા આક્ષેપો…

ProudOfGujarat

અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ એમપી નગર પાસે યુવાનને અગમ્ય કારણોસર સાત ઈસમોએ યુવાન પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!