Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા કેમ્પ પાસે શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ઉતરી, મુસાફરોનો આબાદ બચાવ

Share

ખેડા કેમ્પ પાસે નડિયાદથી આવી રહેલ એસ. ટી બસના ચાલકે અચાનક રોડ પર આવેલા શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ગટરમાં ઉતરી  ઝાડ સાથે ઘસાઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી પરતુ થોડી વાર માટે બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

ગઇકાલે મોડી સાંજે ઝાલોરથી નડિયાદ આવી રહેલ નડિયાદ એસટી બસ ડેપોની બસ ખેડા કેમ્પ પાસેથી પસાર થઈ રહી હતી દરમિયાન ખેડા કેમ્પ તરફથી અચાનક શ્વાન રોડ ઉપર આવતા બસના ચાલક મીનેષકુમાર કનુભાઈ ચૌહાણ (રહે.મંજીપુરા રોડ, નડિયાદ)એ શ્વાનને બચાવવા સ્ટેરીંગ રોડની જમણી સાઈડે વાળેલ હતુ. જે બાદ પાછુ ડાબી બાજુએ વાળતા તે વળેલ નહીં અને બસ રોડની સાઈડમાં ગટરમા ઉતરી ઝાડ સાથે ઘસાઈ હતી. આ અકસ્માતના પગલે બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે કોઈ મુસાફર કે ડ્રાઈવરને ઈજા પહોંચી નહોતી. આ બનાવ સંદર્ભે મીનેષકુમાર કનુભાઈ ચૌહાણે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ

ProudOfGujarat

ભરૂચમાં એક સ્કૂલના ટ્રસ્ટીએ શિક્ષિકા પર નજર બગાડતા છેડતીની ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

સુરત શહેરમાં પૈસાના બાબતમાં છરી વડે હુમલો કરતા આરોપીની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!