Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરમાં રખડતા પશુએ અડફેટે લેતાં ૧૫ લોકો ઇજાગ્રસ્ત

Share

યાત્રાધામ ડાકોરમાં રખડતા પશુએ લોકોને અડફેટે લેતા આ વિસ્તારમાં લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આજે  ૧૫ જેટલા વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં ૨ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. નગરમાં શ્રધ્ધાળુઓથી બજારમાં ચહલપહલ જોવા મળે છે. આજે નગરના ગંગાનગર સોસાયટી પાસે અને કૈલાશ રાઈસમીલ વિસ્તારમાં સોમવારે રખડતી ગાયે આતંક મચાવતા આ વિસ્તારમાં લોકોની અફડાતફડી મચી ગઇ હતી. પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોના થોડા સમય માટે જીવ અધ્ધર થઈ ગયા હતા. સ્થાનિકોના મતે આ ગાયે લગભગ ૧૫ વધુ વ્યક્તિઓને અડફેટે લીધા હતા જેમાં બે વેક્તિઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ તંત્ર દ્વારા પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતા  લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નર્મદા જયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરની ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ.

ProudOfGujarat

સુરતના માંડવી વિસ્તારમાં દીપડીનું બચ્ચું દેખાતા લોકોમાં ભયની લાગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!