Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં શ્વાન રસ્તા વચ્ચે આવતાં મોપેડ ચાલક જમીન પર પટકાતા મોત નિપજયુ

Share

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મિશન રોડ પર મેથોડીસ્ટ ચર્ચની સામે રહેતા રેનીસન રમણભાઇ પરમાર  નોકરી પૂર્ણ કરી મોપેડ લઇ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે મિશન રોડ પર નવા ફળિયાની સામે રોડ પર અચાનક શ્વાન આવતા રેનીસને મોપેડને બ્રેક મારતા મોપેડના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ સ્લીપ ખાઈ જતા જમીન પર પટકાયો હતો. તેથી  માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી. ઘવાયેલા રેનીસનને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ૧૫ મીએ રેનીસનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી.

ProudOfGujarat

નર્મદા-વિશાલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત માં ચાર વ્યક્તિઓના મોત

ProudOfGujarat

સોમવારે કેટલીક ટ્રેનો રદ્દ થશે તો કેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!