નડિયાદની શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં નાના નાના ભુલકાઓ દિવાળીની ઉજવણી કરતા પહેલા દિવાળીના તહેવારને સમજે અને દિવાળી શા માટે ઉજવવામાં આવે છે તે સરળતાથી સમજી શકે તે માટે વિદ્યાલયમાં પ્રાઇમરી સેકશનના નાના નાના બાળકોએ સુંદર નાટ્ય સ્વરૂપે અન્ય વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના પાત્રોની કૃતિ રજૂ કરી આખાય વાતાવરણને અયોધ્યામય બનાવી દીધું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ વિદ્યાર્થીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા તથા વિદ્યાલયના આ સુંદર અભિગમને બિરદાવ્યા હતો સનાતન હિન્દુ ધર્મના દરેક તહેવારો દરેક વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તેવું સુંદર આયોજન મંદિરની વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ