સી બી પટેલ આર્ટસ કોલેજમાં ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સર સંસ્કૃતના પ્રોફેસર તેમજ કોલેજના આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળે છે. ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી બી પટેલ આર્ટસ કોલેજ માટે ખૂબ ગર્વની વાત છે કે કોલેજના આચાર્ય ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સરને સંસ્કૃત વિષયના “શ્રેષ્ઠ અધ્યાપક સન્માન “તરીકેનો ગુજરાત સાહિત્ય અકાદમીના રાષ્ટ્રીય સેમિનારમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા” શ્રેષ્ઠ અધ્યાપક” તરીકે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો. ઉલ્લેખનીય છે કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સંશોધન,લેખન,પ્રકાશન, સામુદાયિક સેવા જેવા બહુવિધ આયામોની સિદ્ધિઓ તથા કા.કુલપતિ- કુલસચિવ, પ્રિન્સિપાલ તરીકે દાખવેલ વહીવટી સિદ્ધિઓની વિશિષ્ટ તજજ્ઞો દ્વારા પરામર્શ -સમીક્ષા કરાવી આચાર્ય ને તા.૫ નવેમ્બર ૨૦૨૩ ના રોજ યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારમાં “અચલા અધ્યાપક સન્માન” રૂપી વિશિષ્ટ એવોર્ડ જમ્મુ કાશ્મીર ના ઉપ રાજ્યપાલ માન. મનોજ સિંહાજી તથા અનેક વિશિષ્ટ મહાનુભાવોના સાનિધ્યમાં અનેક વિદ્વાનો , શ્રેષ્ઠિઓ, શિક્ષણવિદો તથા આચાર્યના આત્મિય સ્વજનો તથા કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં એનાયત થયો. માત્ર કોલેજ પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર ચરોતર પંથક માટે આ ગૌરવપૂર્ણ પુરસ્કાર પ્રશંસનીય
નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજના આચાર્યને સંસ્કૃતના શ્રેષ્ઠ પ્રોફેસર તરીકે સન્માન કરાયું
Advertisement