Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પરિવાર ઉપરના માળે સૂતો રહ્યોને તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત ચોરી કરી ફરાર

Share

નડિયાદના પીજ ચોકડી ખાતે આવેલ સોસાયટીના મકાનમાં પરિવારના સભ્યો ઉપરના માળે સુઈ રહ્યા હતા અને તસ્કરો નીચે બેડરૂમમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા લઈને ફરાર થયા છે. આ ઘટના મામલે વસો પોલીસમાં જાણ કરવામાં આવી છે.

નડિયાદના પીજ ચોકડી વિસ્તારમાં આવેલ  સોસાયટીમાં અનીલભાઈ ગઢવી રહે છે. જે શિક્ષક તરીકેની નોકરી કરે છે. રવિવારની રાત્રે તેઓ તેમના પરિવાર સાથે મકાનમાં ઉપરના માળનાં બેડરૂમમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન મોડીરાત્રે તસ્કરોએ પાછના ભાગે આવેલા રસોડાના દરવાજાનો નકૂચો તોડી  ઘરનાં બેડરૂમના લોકરને કોઈ હથિયાર વડે તોડી અંદર મૂકેલ સોના-ચાદીના દાગીના, રોકડ રકમની ચોરી કરી ફરાર થયા છે. સોમવારે વહેલી સવારે અનીલભાઈ નીચે આવતાં કિચનનો દરવાજો ખુલ્લો જોઈ તપાસ કરતા નીચેના બેડરૂમમાં તમામ સરસામાન વેરવિખેર હતો. પોતાના મકાનમાં ચોરી થઈ હોવાનું જાણ થતાં વહેલી સવારે તેઓએ રૂબરૂ વસો પોલીસ સ્ટેશનમાં પહોંચી જાણ કરી છે. તસ્કરો રસોડામાંથી પ્રવેશતા પગલાના નિશાન પણ છે અને તસ્કરનુ ચંપલ પણ અહીયા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં ગટર લાઈનમાંથી જાહેરમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની જીલ્લાની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગુજરાત રાજ્યમાં સરકારની દારૂબંધીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!