કલેકટર કચેરી ખાતે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે મીટીંગ યોજાઈ. જેમાં પશુ ત્રાસ અટકાવ માટેના સરકારની વર્ષ ૨૦૨૩ ની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવી આ બેઠકમાં શહેરી વિસ્તારમાં રખડતા પશુઓને પકડીને રાખવા માટે ઢોર ડબ્બાની વ્યવસ્થા તેમજ ઢોરના ડબ્બામાં પશુઓ માટે પુરતી સુવિધા ઉભી કરવાનુ જિલ્લા કલેક્ટર દ્વારા સુચવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે નગરપાલિકાઓને તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા પોલીસતંત્ર દ્વારા પણ પશુ સમસ્યા નિવારણ માટે પુરતો સહયોગ આપવાનુ જણાવાયુ હતુ. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ, નડિયાદ નગરપાલીકા ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ સહિત તમામ નગરપાલીકાઓના ચીફ ઓફીસરઓ, નગરપાલીકા પ્રમુખઓ અને વહીવટદારઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે મીટીંગ યોજાઈ
Advertisement