ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા બે સભ્યોએ એક બાઈક ચાલકને એટેક આવતા સીપીઆર આપી જીવ બચાવ્યો છે. મહેમદાવાદના આમસરણ પાસે બાઈક ચાલકને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને હાજર હોમગાર્ડઝ દળના બે સભ્યોએ સીપીઆર આપી ચાલકનો જીવ બચાવ્યો છે.
સરકાર દ્વારા પોલીસ કર્મચારીને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. હૃદયરોગના હુમલા સમયે આ સીપીઆર આપીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. ત્યારે આ પદ્ધતિ દ્વારા ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળના મનોજભાઇ જેસંગભાઇ વાઘેલા તેમજ અબ્દુલકાદર મલેક પોતાની ફરજ દરમ્યાન પી.સી.આર વાનમાં પોલીસની સાથે મહેમદાવાદ-અમદાવાદ રોડ આમસરણ પાટીયા નજીક પેટ્રોલીગમાં હતા. ત્યારે એક બાઇક સવાર આધેડ પુરુષને ચાલુ બાઇકે હૃદય રોગનો હુમલો થતાં રોડ પર પટકાયા હતા. પાછળ જ પોલીસની સીપીઆર વાન આવી રહી હતી ત્યારે પોલીસ કર્મીઓએ પોતાની જીપ ઉભી રાખી અને પોલીસવાનમાં ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્યો મનોજભાઇ જેસંગભાઈ વાઘેલા દ્વારા પોતે મેળવેલી તાલીમને અનુસરીને હૃદયરોગના હુમલાના દર્દીને તાત્કાલીક સીપીઆર આપી તેઓનો જીવ બચાવ્યો હતો. વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ પ્રસંશનીય કામગીરી બદલ ખેડા જિલ્લાના હોમગાર્ડઝ દળના તમામ યુનિટના અધિકારીઓ તેમજ અન્ય જવાનોએ તેમની માનવિય કામગીરીને બિરદાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ