જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વડોલના ડાંડીયાપુર સીમ વિસ્તારમા દરોડો પાડી ૩૫ કિલોના ૧૪ છોડ કિંમત રૂપિયા ૩.૫૭ લાખના ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ધરપકડ કરી છે.
નડીયાદ એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમાને માહિતી મળેલ કે ભારતભાઇ રાભાભાઇ વાઘેલા રહે. ડાંડીયાપુર, મુ. વડોલ, તા. કપડવંજ જી.ખેડા જે પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાતમી મળી હતી જેના આધારે તે જગ્યાએ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપીના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ ૧૪ જેનું કુલ વનજ ૩૫ કિલો ૭૩૦ ગ્રામ જેની કુલ કિ.રૂ. ૩ લાખ ૫૭ હજાર ૩૦૦ આરોપીની પ્રાથમિક પુછપરછમાં ખેતર માલિકે જણાવ્યું કે તે ગાંજાના છોડના બિયારણ લાવી ખેતી કરતો હતો. પોલીસે તેના વિરૂધ્ધમાં ફરીયાદ આપી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવા માં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ