Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજમાં કોલેજ ગ્રાઉન્ડ પર ગરબા રમવા આવેલી કિશોરી ભેદી રીતે લાપતા બની

Share

કપડવંજના કોલેજ ગ્રાઉન્ડ પર આઠમની રાત્રે આ કિશોરી પોતાની નાની બહેન સાથે ગરબા રમવા આવી હતી. દરમિયાન રહસ્યમય રીતે ગુમ થતા  પરિવારે સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી પણ કોઈ ભાળ મળી ન આવતા છેવટે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કપડવંજમાં રહેતી ૧૭ વર્ષિય કીશોરી ગત 22 મી ઓક્ટોબરના રોજ એટલે કે આઠમની રાત્રે શહેરના કોલેજ ગ્રાઉન્ડ પર પોતાની નાની બહેન સાથે ગરબા રમવા અહીયા આવી હતી. દરમિયાન ચાલુ ગરબાએ આશરે અઢી વાગ્યાની આસપાસ કિશોરીએ તેણીની નાની બહેનને કહ્યું કે, હું પાણી પીવા જાવ છું. તેમ કહી બહાર નીકળી હતી. લાંબા સમય સુધી તેણીની આવી નહોતી આથી સાથે આવેલી નાની બહેન પણ ગભરાઈ ગઈ હતી. તેણીએ પાણીના સ્ટોલ પર પોતાની બહેનને શોધી હતી. પરંતુ તેનો કોઈ અતોપતો નહોતો લાગ્યો. તેણીએ આ મામલે સૌથી મોટી બહેનને ટેલીફોનથી જાણ કરી હતી.

Advertisement

ત્યારબાદ મોટી બહેન પણ ગ્રાઉન્ડ પર પહોંચી તપાસ કરી હતી. પરંતુ મોડી રાત સુધી તેણીનો કોઈ અતોપતો ન લાગતા છેવટે આ બંને બહેનો ઘરે આવી માવતરને સમગ્ર બાબતની જાણ કરી હતી. ત્યારબાદ માવતરે પણ પોતાના સ્વજનોને ત્યાં તપાસ કરી હતી. પરંતુ  કિશોરીની કોઈ ભાળમળી આવી નહોતી. આજ દિન સુધી આ કિશોરીની કોઈ ભાળ ન મળતા આ મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી: હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો

ProudOfGujarat

માંગરોળમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

પંચમહાલ LCBએ હમીરપુર રોડ પાસે ટ્રકમાંથી ૧૩ ગૌવંશોને બચાવી લીઘા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!