અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા પર્વ. ભગવાન શ્રી રામ દ્વારા દશેરાનાં દિવસે અસત્ય રૂપી રાજા રાવણનું દહન કર્યું હતું. ત્યારથી આ દિવસની ઉજવણી થઈ રહી છે. નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવાની કરવામાં આવશે ૭૧ વર્ષમાં પહેલી વાર ૫૬ ફુટનાં રાવણ બનાવામાં આવ્યો છે.
નડિયાદ શહેરના સંતરામ મંદિર ખાતે છેલ્લા એક સપ્તાહથી રાવણ બનાવવાની આવ્યું હતું. તા.૨૪ ઓક્ટોબરના રોજ સાંજે શહેરના હેલીપેડ મેદાન ખાતે રાવણનું દહન કરવામાં આવશે. નડિયાદ શહેરમાં આ વર્ષે દહન થનાર રાવણને બનાવવાની મોટાભાગની કામગીરીને અંતિમ ઓપ આપી દેવાયો છે. સમાજના પ્રમુખ હિતેશ અરોરાએ જણાવ્યુ હતું કે ગત વર્ષે ૫૦ ફુટનો રાવણ બનાવવામાં આવ્યો હતો. જેની હાઈટમાં વધારો કરી આ વર્ષે ૫૬ ફુટનો રાવણ તૈયાર કરાયો છે. જેમાં અંદાજીત રૂ.૬ લાખ જેટલો ખર્ચ થાય છે. તા.૨૪ ને મંગળવારે બપોરે ૩ વાગ્યે શહેરના સંતરામ મંદિરથી શોભાયાત્રા નીકળશે, જે નડિયાદના વિસ્તારમાંથી પસાર થશે જેમાં પંજાબી સમાજના ૨ હજારથી વધુ લોકો જોડાશે. આ યાત્રા શહેરમાં ફર્યા બાદ સાંજે ૬.૩૦ વાગ્યે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. જ્યાં રાવણ દહન કરવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ