Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Share

નડિયાદ શહેરના સંતરામ મંદિરના પટાંગણમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સવારે દુર્ગા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જયારે રવિવારે દુર્ગાષ્ટમી નિમિતે વિશેષ પૂજા અર્ચના યોજવામાં આવશે. આ ઉત્સવને લઇને બંગાળી લોકો ધંધા રોજગાર બંધ રાખીને માતાજીની આરાધના કરવામાં આવે છે.

નડીયાદ બંગાળી સમાજના અગ્રણી બાપીકુમાર શીલે જણાવ્યું હતું કે, શહેર સહિત જિલ્લામાં ૨૫૦ ઉપરાંત બંગાળી પરિવાર રહે છે. નડિયાદ શહેરમાં ૧૫૦ ઉપરાંત પરીવાર રહે છે. બંગાળી સમાજના શારદિયા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૭ વર્ષથી સંતરામ મંદિરના પટાંગણમાં પંડાલમાં આસો નવરાત્રિના છઠ્ઠના દિવસે દુર્ગાપૂજા મહોત્સવ ઉજવવામાં આવે છે. છઠ્ઠા નોરતાંના દિવસે શુક્રવારે શણગારેલા પંડાલમાં દુર્ગામાતાજીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં બંગાળી ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની સવાર-સાંજ પૂજા અર્ચના કરવામાં આવશે. કલકતાના બ્રાહ્મણો દ્વારા માતાજી પૂજા તથા ચંડીપાઠ તથા માતાજીના થાળની રસોઇ બનાવનાને બોલાવવામાં આવે છે. તેમજ બે ઢોલવાદકો દ્વારા સંગીત વગાડવામાં આવે છે. રવિવારે આઠમ નિમિતે માતાજીને વિશેષ પૂજા અર્ચના કરાશે. તા. ૨૪ મી ના રોજ મંગળવારે અન્નકૂટોત્સવ યોજાશે.તા.
૨૫ મીએ બુધવારે બપોરે દુર્ગા માતાજીને વાજતે ગાજતે શોભા યાત્રા નીકળશે.આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર ઉજવાશે.

Advertisement

નરેશ ગનવાણી
નડિયાદ


Share

Related posts

૫૫૦૦ ના અંગ્રેજી દારૂ સાથે મહિલા પાલેજ થી ઝડપાઇ

ProudOfGujarat

જ્ઞાતિ અને ધર્મના ભેદ વગર ભાઇચારાના વાતાવરણમાં એક અનોખું સામાજિક કાર્ય થયું જાણો ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જીલ્લના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડયો .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!