Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજમાં ગરબાના ગ્રાઉન્ડમાં ૧૭ વર્ષીય યુવકનું ગરબા રમતા હાર્ટ એટેકથી મોત નિપજ્યું

Share

રાજ્યમાં હાર્ટએટેકનો બનાવો વધી રહ્યા છે. નવરાત્રિ પર્વ ટાંણે હદય હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજમાં હદય રોગના હુમલાથી એક કિશોરનું મોત નિપજ્યું છે.

કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતો કિશોરને હદય હુમલો થતાં તેનું મોત નિપજ્યું છે. આ બનાવના પગલે સમગ્ર કપડવંજ પંથકમાં શોકનો માહોલ છવાયો છે. કપડવંજમાં રહેતા સામાજિક કાર્યકર રીપલ શાહનો ૧૭ વર્ષિય પુત્ર વીર ગઇ કાલે છઠ્ઠા નોરતે ગરબા રમતો હતો તે વખતે એકાએક હાર્ટ એટેક આવતાં ચાલુ ગરબાએ ગરબાના ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો હતો. તેના નાકમાંથી એકાએક લોહી નીકળવા લાગ્યુ હતું. આ જોઈ આસપાસના ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો દોડી આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. ધોરણ ૧૧ મા અભ્યાસ કરતો વીર શારીરીક રીતે સ્વસ્થ હતો પરંતુ એકાએક હદય હુમલાના કારણે તેનું મોત નિપજ્યું છે. જેના કારણે શાહ પરિવારમાં ભારે શોક પ્રવર્તી ગયો છે. તો બીજી તરફ ગરબા આયોજકોએ આજે ગરબા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઘટનાથી સમગ્ર કપડવંજ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં નાની ઉંમરે વધતા જતા હદય હુમલાના કારણે અસંખ્ય લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યાં છે.

Advertisement

નરેશ ગનવાણી
નડિયાદ


Share

Related posts

ભરૂચ-નર્મદા જિલ્લાના મા.શાળાઓને બાલ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઉમરપાડાના પીનપુર ગામે પત્નીને ફાંસો આપી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો

ProudOfGujarat

આપણા દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી કાગળ અને કાપડના રાષ્ટ્ર ધ્વજ ૨૬ મી જાન્યુઆરી નાં પૂર્વે માર્કેટમાં વેચાતા જોવા મળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!