Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ દ્વારા ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

Share

રમતગમત અને પર્યટન પ્રવૃત્તિઓ શરીર અને મનના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે અને તણાવ સ્તરને નિયંત્રિત કરે છે. રમતો સારી રીતે સંતુલિત માનસિક અને શારીરિક વૃદ્ધિ તરફ દોરી જાય છે અને સ્નાયુઓને ટોન કરે છે અને બધા માટે હાડકાંને મજબૂત બનાવે છે. પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ હંમેશા રમતગમત અને રમતોને પ્રોત્સાહન આપવામાં માને છે અને સમાજમાં આ અંગે જાગૃતિ લાવવા હંમેશા તત્પર રહે છે.

અમને જણાવતા આનંદ થાય છે કે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ ૨૬ મી ઓક્ટોબરથી ૨૮ મી ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન શાળા પરિસરમાં કરી રહી છે. આ વોલિબોલ ટુર્નામેન્ટમાં અંડર ૧૯ કેટેગરીમાં બોય્સ તથા ગલ્સ એમ  રાજ્યની વિવિધ સીબીએસઈ  સ્કૂલ  માંથી ૧૪૨ થી વધુ ટીમો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ૭૫ થી વધુ ટીમો આ ટુર્નામેન્ટમાં આપસમાં રમશે. જેમાંથી બોય્સ તથા ગર્લ્સને વિનર તથા રનર અપની ટ્રોફીથી સમ્માનિત કરવામાં આવશે.

પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ ના પ્રિન્સિપાલ ડો. યોગેશ જૈન આ ટુર્નામેન્ટ માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. સ્કૂલ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ સફળતાથી અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

નરેશ ગનવાણી
નડિયાદ


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે સોસાયટીમાં કંપાઉન્ડ બનાવવા બાબતે રહીશો વચ્ચે ઝઘડો.

ProudOfGujarat

મહેમદાવાદના બારોટવાડા પાસે ૫ વર્ષનો બાળક ટ્રોલી નીચે કચડાયો.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં વલણ જિલ્લા પંચાયત તેમજ કોલીયાદ તાલુકા પંચાયતની બેઠકનાં ભાજપનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!