Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં નવરાત્રીનું આયોજન કરાયું

Share

આસો સુદ નવરાત્રી ૨૦૨૩ નિમિત્તે નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી બી પટેલ આર્ટસ કોલેજમાં તારીખ ૨૦ ઓક્ટોબર સવારના ૮:૩૦ કલાકે ભવ્ય નવરાત્રીનું આયોજન થયેલ હતું.  વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબાના તાલે જુમી ઊઠ્યા હતા. આ નવરાત્રીમાં સૌપ્રથમ મા શક્તિની આરાધના રૂપે આરતી કરવામાં આવી હતી જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સર, ધી નડીયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈ, મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની, ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આચાર્યના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી સમગ્ર સ્ટાફની જહેમતથી આ નવરાત્રી ખૂબ ભવ્ય રીતે યોજાઇ હતી અને જેમાં ગરબા સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. ગરબા સ્પર્ધાના નિર્ણાયક ડૉ.અર્પિતાબેન ચાવડા, ડૉ. ભારતીબેન પટેલ, ડો. પ્રિતેશભાઈ ખુમકીયા અને પ્રા. સંદીપભાઈ દરજીએ વિદ્યાર્થીની બહેનોમાં ત્રણ વિજેતા અને વિદ્યાર્થી ભાઈઓમાં ત્રણ વિજેતા જાહેર કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યને પ્રેરણાથી વિદ્યાર્થીઓ ઉત્કર્ષ સમિતિના કન્વીનર પ્રા.રાવજીભાઈ સકસેના ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદી તથા સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડો. કલ્પનાબેન ભટ્ટ અને સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા સફળ રીતે થયું હતું. ગરબાના અંતે આચાર્ય એ સખત પરિશ્રમ કરનાર અધ્યાપક ગણ તેમજ ખાસ કરીને બિરદાવી આભાર વિધિ પ્રગટ કરી સેમેસ્ટર -૩ અને સેમ – ૫ ના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પરીક્ષાઓની શુભેચ્છાઓ પાઠવી સમાપ્તિ કરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના કેસરપુરા ખાતે રૂા.૧૯.૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, રાજ્યમાં પ્રથમ વખત યોજાશે નેશનલ ગેમ્સ.

ProudOfGujarat

ભરૂચ : ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફની માતાને અભિનંદન પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!